Archive for the ‘રોજ નો બકવાસ’ Category

સુરંગ નુ હવે શુ થશે ???

asrani-sholay

સાબરમતી જેલમાં કેદીઓએ 26 ફુટ લાંબી, 16.5 ફુટ ઉંડી અને 4 ફુટ પહોળી સુરંગ ખોદી  આ સમાચાર તો  જાણ્યા પણ હવે કુતુહલ એ બાબત નુ છે કે આ સુરંગ નુ થશે શુ હવે થોડાક આઇડીયા છે જેનાથી આ સુંરંગ નો સદઉપયોગ થૈઇ શકે

(1.)  આગામી વર્ષો મા આ સુરંગ ને હેરીટેજ ડીકલેર કરાશે

(2.)   લાબી અને ઓરીજનલ સુરંગ માટે ગીનીસબુક મા નામ ના આવે તો લીમકા બુક વાળાને એપ્રોચ કરાશે .

(3.)  વાઇબ્રનટ સુરંગ મહોત્સવ ઉજવાશે .

(4.)  વિદેશી પર્યટકો સુરંગ મા લેઝર શો અને જેલના ભજીયા નો સ્વાદ માણી શકશે .

(5.)   “સુરંગ સાહીત્ય”  અને “ સુરંગ સાયનસ “ અંગે ના ડીપ્લોમા અને ડીગ્રી અને ક્રેશ કોર્સ ચાલુ થશે
(6.)   આવી સુંરગો ની રેપ્લીકા ઉભી કરી ને તેને 2 દીવસ અને ત્રણ રાત્રીના પેકેજો માટે ભાડે અપાશે.

(7.)   સારી સુરંગ બનાવાવાળા ના નામ ના પારીતોષીક પણ જાહેર કરાશે

(8.)    દરવર્ષ આ સુરંગ મળી એ દીવસને “ વર્લ્ડ સુરંગ ડે” તરીકે ઉજવાશે

અને છેલ્લે કેટલાક સારા કવિઓ સુરંગ પર નીચે મુજબ ની કવિતાઓ રચતા દેખાશે

તારી પ્રેમ ની નદીમા તરી ગયા મારા નાવડા, 
તારા પ્રેમ ની થાળી ,વાડકી મા દેખાય છે પાવડા.

 

લી – વ.લ.વ.અ

 

Advertisements

અમદાવાદનો ટ્રાફીક મને ગમે છે.

abd

અમદાવાદનો ટ્રાફીક એ એક બેહતરીન વ્યવસ્થા છે તમને ઘણુ બધુ શિખવાડી જાય છે અને હવે તો બી.આર.ટી.એસ ના આયા પછી આ ટ્રાફીક વ્યવસ્થા આપણ ને પી.એચ.ડી જેટલુ જ્ઞાન આપે છે હવે તમને એમ લાગશે કે આવો ટ્રાફીક આપણ ને વળી શુ શિખવાડવાનો ???
તો આ રહ્યા કારણો કેમ અમદાવાદનો ટ્રાફીક સારો અને એ શુ શીખવાડે

1. તમને બહાદુરીના પાઠ શીખવે છે

તમે ગમે ત્યા ગમે તે બોર્ડ માર્યુ હોય વાહન પાર્ક કરીને પોતાની હીમત નુ નિર્માણ કરી શકો છો, તમે ગમે ત્યા ચાલતા જતા હો રોડ ચિકાર ટ્રાફીક માં ઓળગો એટલે તમને એક બહાદુરી એની જાતે આવડી જાય ગમે તે ગાડી વાળા કે ખટારા વાળાને કહી શકો એ બે ચલ ઉભો રે હુ જવુ છુ દેખાતુ નથી બહાદુરી અહી અટકતી નથી ચાલતા ઓળગવાના ઝીબ્રા કોસીગ જેવુ અહી કૈઇ હોતુ નથી તમે ગમે ત્યાથી રોડ ક્રોસ કરી શકો છો તમારા મા એક બહાદુરી અને ક્યાયથી પણ ક્રોસ કરવાના એક ગુણ નુ નિર્માણ થાય છે

2. બોલ્યા વગર અભિપ્રાય વ્યકત કરતા શીખવે છે

અહી એક એવો રીવાજ છે કે બોલવાનુ નહી રીકશા વાળા પગ બહાર કાઢે એટલે એવુ સમજવાનુ કે એમને વળવાનુ છે તમારે પણ કોઇ ને ક્રોસ કરવા હોય તો ખાલી માથુ હલાવાનુ એ સમજી જાય કે પેહલા આ ભાઇને જવા દેવાના છે અહી લોકો સિગ્નલ પર નથી ઉભા રેહતા એટલા ખાલી માથા હલાવાથી ઉભા રહે છે અને ત્રીજો સોથી મહત્વનો અભિપ્રાય કોઇ પણ ચંપલ ઘસીને ચલાવતુ દેખાય એટલે એણે લખ્યુ હોય કે ના લખ્યુ હોય 10 ફુટ વાહન દુર રાખવાનુ  આમ બોલ્યા વગર અભિપ્રાય કેવીરીતે વ્યકત કરાય એ પાઠ તમને શીખવા મળે છે..

3. અહી તમને કુશળતા ચપળતા અને અનેકતામા એકતા ના પાઠ શિખવા મળે છે

તમે સિગ્નલ પર ઉભા રહ્યા હો  અને જો કોઇ જોતુ ના હોય તો તમે તમારી કુશળતા દાખવીને વિહીકલ થોડુ આગળ સરકાવી શકો છો અને તરત જ તમને તમારી આજુબાજુ ના વિહીકલ વાળા અમે તમારી સાથેજ છીએ એવી એકતા ના સુર સંભળાશે ધીમે ધીમે જ્યારે ખરેખર સિગ્નલ ખુલે ત્યારે તમે પેહલેથીજ ચાર રસ્તા ઓળગી ગયા હતા એવો એહસાસ થાય છે આ એકતા અને ચપળતા તમને અમદાવાદના ટ્રાફીક સિવાય કોઇ ના શિખવાડી શકે.

આવા તો કેટલાય ગુણ ભર્યા છે અમદાવાદના ટ્રાફીકમા એ તમને ઘણુ બધુ આપશે પણ તમારી જોડે કોઇ અપેક્ષા નહી રાખે અમદાવાદ નો ટ્રાફીક મહાન છે તેથી જ ગર્વથી કહો કે મને અમદાવાદ નો ટ્રાફીક ગમે છે.

ટહુકો: અમદાવાદમા ટ્રાફીક મા Handle With Care થી ચલાવતા ડ્રાઇવરો ને હેડલીયુ કહેવાય  છે

નોધ: આ આર્ટીકલ ફકત કટાક્ષ અને હાસ્ય પુરતો છે ટ્રાફીકના નિયમો નુ પાલન કરવુ એ આપણી ફરજ છે નિયમોના પાલન મા જ સમજદારી અને સલામતી છે.

લી. વ.લ.વ.અ

જબ તક હૈ “ જાન ”

ટાયટલ વાંચીને જરા પણ ઘબરાશો નહી આ કોઇ પણ મુવી વિશે નુ પિષ્ટપિંજણ કરતો લેખ નથી આ લેખ છે લગ્ન પ્રસંગે નીકળતી “ જાન” એટલેકે વરઘોડા વિશે છે.

અહી ભલભાલાની જાન(જીવ) નીકળી જાય એવા વરઘોડા નીકળે છે આ જાનમાં સૌથી બોર થતુ પ્રાણી હોય તો એ હોય છે વરરાજા જેને ઘોડા પર માળીયે બેસાડ્યો હોય એવીરીતે અથવા તો કારમાં પુરી રાખ્યો હોય એવી અવસ્થામાં  જોવા મળે છે અહી ભાતભાતના જાનૈયાઓ હોય છે જેના વિશેની વિસ્તુર્ત માહીતી નીચે મુજબ છે.

 

(1.)           નાચતા ના આવડતુ હોય એવા જાનૈયા

આવા જાનૈયા મોટા ભાગે મહા પરાણે જાનમાં આવ્યા હોય છે અને તેમને નાચતા આવડતુ હોતુ નથી અથવા તો તેમના મોભાને કારણે તેઓ રોડ ઉપર નાચવામાં શરમ અનુભવતા હોય છે આવા જાનૈયાઓ મોટા ભાગે નાચવાથી બચવા માટે બીજા જાનૈયાઓ માટે ના પાણીના પાઉચ ની વ્યવસ્થા કરતા હોય છે અથવા તો રોડ ટ્રાફીક નિયમન ની કામગીરી સંભાળતા જોવા મળે છે જેથી કોઇ ને એમના પર શક ના થાય કે આમને નાચતા નથી આવડતુ.

 

(2.)           વધારે પડતુ નાચતા જાનૈયા

ઘણા જાનૈયા ને વધારે પડતુ નાચતા આવડતુ હોય છે આવા જાનૈયાઓ ને તો જાનમાં નાચવા માટે જ બોલાવવામાં આવેલ હોય છે એમા પણ       “ નાગીન ડાન્સ” કરીને પોતાના નવા કપડા બગાડતા જાનૈયાઓ ની ડિમાનડ ઘણી વધારે જોવા મળે છે આ જાનૈયા તો મ્યુઝીક બંધ થૈઇ જાય તો ટ્રાફીક ના અવાજ પર પણ નાચી લેતા હોય છે આ લોકો અતિ ઉત્સાહીત હોય છે વારંવાર વરરાજા ને નાચવા બોલાવી લેતા હોય છે વરરાજા આવા જાનૈયાઓથી કંટાળેલો જોવા મળે છે ઘણી વાર તો હસ્તમેળાપ નો સમય સુધી બહાર આવા જાનૈયાઓ ના અતિ ઉત્સાહ ના કારણે મુહર્ત પણ ચેન્જ થતા જોવા મળે છે.
(3.) પંચાત પબ્લીક

આ પબ્લીક જાનમાં એકબીજાની ઘોરખોદવામાં વ્યસ્ત હોય છે “આપડામા તો આવુ આપવા લેવાનુ હોય જ નહી” આ પંચાત પબ્લીકનો ફેવરેટ ડાયલોગ હોય છે જે થોડી ઓછી પંચાત હોય એ સેટીગ ઘોઠવવામાં પડી છે આપડા પેલા ફલાણા ભાઇ ના બાબા માટે ફલાણી બેહન ની દીકરી કેવી રહેશે ?  આપણ ને તો ખોટો દેખાડો ફાવે જ નહી વગેરે વગેરે પંચાત કરતા જાનમાં આગળ ધપતી પંચાત પબ્લીક એ જાન નુ અહમ અંગ હોય છે.

(4.) ફેકુ પબ્લીક

આ પબ્લીક નુ મુખ્ય ઉદેશ વટ પાડી દેવાનો હોય છે તેમની પાસે રૂપિયા ઇનવેસ્ટમેનટ સિવાય ની કોઇ વાત જ ના હોય એમને પોતાના કપડાથી માડીને દરેક જાનૈયા ના કપડાના ભાવ અંગેની વિસ્તુર્ત માહીતી ધરાવતા હોય છે તદ ઉપરાંત પ્રોપર્ટી  માં ઇનટરેસ્ટ રાખતી ફેકુ પબ્લીક “ ફટાકડા ફોડવા માટે પણ પ્રાઇમ લોકેશન શોધતી જોવા મળે છે. આ ફેકુ પબ્લીક ને પ્લેટ ના ભાવથી માડીને છોકરીવાળાએ શુ ખર્ચો કર્યો હશે અને એમણે કેટલા ફંકશન એટેન કરેલા છે અને કેટલા મોટા માણસો ને ઓળખે છે વગેરે વગેરે સિવાય કોઇ વાત હોતી નથી.

(5.) આજુબાજુથી પસાર થતી પબ્લીક

આ પબ્લીક ટ્રાફીક સમસ્યાથી પીડાતી હોય છે એ ક્યારે આ લોકો ખસે અને હુ આગળ વધુ તેવુ વિચારતી હોય છે આ પબ્લીક ને જાન મા બહુ રસ નથી હોતો પણ એ રસ તો હોય છે કે “વરરાજા “ કેવો દેખાય છે દરેક પસાર થતા લોકો વરરાજા ની કાર આગળ કે ઘોડા આગળ ધીમા પડી જતા હોય છે આમ આ બધુ ચાલતુ જ રહેશે પણ ક્યા સુધી ચાલશે ?

 

“ જબ તક હૈ “જાન” “

લી.વ.લ.વ.અ

ઇ – મેગેઝીન

ક.ક.સ ભાગ – 1

kks -1

સાતત્ય ભાગ – 1

satatya part 1

સાતત્ય ભાગ – 2

ank-2

http://www.orkut.co.in/Main#Community?cmm=40756757

ધ – રીડર્સ

The-Readers-Final

http://www.orkut.co.in/Main#Community?cmm=49137428

વાચક અને લેખક

વાચકો અને લેખકો વચ્ચે ના લખાણના તફાવત આપો

મોટે ભાગે આ પ્રશ્ન અઘરો હોઇ પરીક્શા માઁ પુછાતો નથી પણ શુ કરીએ કોક વાર પુછાઇ જાય તો એથી અગાઉની તૈયારી ના ભાગ રુપે જાતે પ્રશ્ન ઉદભવિત કરી અને જાતે જ જવાબ આપિ પોતાના લખાણ નિ વાહવાહ કરાવવાનિ મને ટેવ છે એટલે લખુ છુ

વાચક : – વાચક ને કોઇ ગામ વિશે લખવાનુ કહ્યુ હોય તો એ સીધે સીધુ લખી દે કે ફલાણી જગ્યાએ ફલાણા નામનુ ગામ હતુ

લેખક : – લેખક ને કોઇ ગામ નુ વર્ણન કરવાનુ કહ્યુ હોય તો અઁતરીક્શ નિ સીમા ઓ પણ જયા અઁત આવિ જાય છે જે ગામ ની સ્રીઓ મેનકા અને પરીઓ જેવા ક્ક્શા નુ રુપસોદર્ય ધરાવતી હોય છે જ્યા ના સીમાડે રોજ સાજે ગાયો ના ગળા માઁ પેહરેલી નાનકડિ કઁઠિઓ જાણે મોરલી ના મધુર સઁગીત જેવો આનઁદ આપે છે. એવુ આ રમણીય ગામ ( ટુકમા આવુ ગામ ક્યા આયુ તમને ક્યારેય ખબર જ ના પડવા દે )

વાચક :- વાચક કોઇ ને પાણી પિતા બતાવવા ખાલી એવુ લખે કે ખુણા મા પડેલા માટલા માથી એણે પાણી પીધુ

લેખક : – તેણે રુમ નો દરવાજો ખોલ્યો મિજાગરા ઘસાઇ જવાના કારણે હજુ પણ ક ચી ચી ચી એવો ધ્વની ઉતપન્ન થતો હતો આ રુમ કેટ્લાય દિવસ થી સાફ ન થવાના કારણે કરોળીયા ના જાળા લાગેલા હતા “તરસ માનવિ ને માટલુ શોધતા શિખવાડિ દે છે “ તેનુ ધ્યાન તરત જ ખુણા માઁ પડેલા માટલા પર ગયુ એણે બાજુ માઁ પડેલા ડોયા વડે પાણી લીધુ ડોયો સાફ ન થવાના કારણે થોડિ ધુળ હતી તેણે ડોયો વિછળયો રસોડા માઁ જઇ ગ્લાસ લઇ આવ્યો અને ખુણા માઁ પડેલા માટલા માથી એક ગ્લાસ પાણી ભરી પોતાના મો ને અડાડ્યો જયાણે વર્ષો ની સુકાયેલી નળીઓ મારફતે પેટ માઁ પાણી જતુ હોય તેમ પાણી સીધુ મુખવાટે પેટ્માઁ ઉતરી ગયુ (ટુકમા તેણે પાણી પિધુ )

વાચક : – બચારા ને લખવાનો ચાન્સ ના મલતો હોય એટલે ઇ મેગેઝિન માઁ પણ લખે અને એક લેખ એક જ આવ્રુતિ માઁ પતાવિ દે

લેખક : લખવા તો આને પણ બહુ ના મલતુ હોય તો પણ જ્યારે મળે ત્યારે ભાવ ખાય 4 – 5 અઁક સુધિ તો ખાલિ નવલકથા ના પાત્રો નિ ઓળખાણ કરાવે એક અઁક 15 રુપિયા નો પડે તો 15 * 5 = 75 રુપિયા માઁ ખાલી આપણ ને પાત્રો નિ ઓળખાણ થાય

હમ્મ આટલુ લખી ને મને પણ લેખક જેવો પાનો ચઢી ગયો છે અને હવે હુ પણ વધુ આવતા અઁક માઁ જ લખીશ એક દમ ટી આર પી હાઇ થઇ ગયો હોય એવુ ફિલ થવા લાગ્યુ છે .

લી – લ.વ.અ