અમદાવાદનો ટ્રાફીક મને ગમે છે.

abd

અમદાવાદનો ટ્રાફીક એ એક બેહતરીન વ્યવસ્થા છે તમને ઘણુ બધુ શિખવાડી જાય છે અને હવે તો બી.આર.ટી.એસ ના આયા પછી આ ટ્રાફીક વ્યવસ્થા આપણ ને પી.એચ.ડી જેટલુ જ્ઞાન આપે છે હવે તમને એમ લાગશે કે આવો ટ્રાફીક આપણ ને વળી શુ શિખવાડવાનો ???
તો આ રહ્યા કારણો કેમ અમદાવાદનો ટ્રાફીક સારો અને એ શુ શીખવાડે

1. તમને બહાદુરીના પાઠ શીખવે છે

તમે ગમે ત્યા ગમે તે બોર્ડ માર્યુ હોય વાહન પાર્ક કરીને પોતાની હીમત નુ નિર્માણ કરી શકો છો, તમે ગમે ત્યા ચાલતા જતા હો રોડ ચિકાર ટ્રાફીક માં ઓળગો એટલે તમને એક બહાદુરી એની જાતે આવડી જાય ગમે તે ગાડી વાળા કે ખટારા વાળાને કહી શકો એ બે ચલ ઉભો રે હુ જવુ છુ દેખાતુ નથી બહાદુરી અહી અટકતી નથી ચાલતા ઓળગવાના ઝીબ્રા કોસીગ જેવુ અહી કૈઇ હોતુ નથી તમે ગમે ત્યાથી રોડ ક્રોસ કરી શકો છો તમારા મા એક બહાદુરી અને ક્યાયથી પણ ક્રોસ કરવાના એક ગુણ નુ નિર્માણ થાય છે

2. બોલ્યા વગર અભિપ્રાય વ્યકત કરતા શીખવે છે

અહી એક એવો રીવાજ છે કે બોલવાનુ નહી રીકશા વાળા પગ બહાર કાઢે એટલે એવુ સમજવાનુ કે એમને વળવાનુ છે તમારે પણ કોઇ ને ક્રોસ કરવા હોય તો ખાલી માથુ હલાવાનુ એ સમજી જાય કે પેહલા આ ભાઇને જવા દેવાના છે અહી લોકો સિગ્નલ પર નથી ઉભા રેહતા એટલા ખાલી માથા હલાવાથી ઉભા રહે છે અને ત્રીજો સોથી મહત્વનો અભિપ્રાય કોઇ પણ ચંપલ ઘસીને ચલાવતુ દેખાય એટલે એણે લખ્યુ હોય કે ના લખ્યુ હોય 10 ફુટ વાહન દુર રાખવાનુ  આમ બોલ્યા વગર અભિપ્રાય કેવીરીતે વ્યકત કરાય એ પાઠ તમને શીખવા મળે છે..

3. અહી તમને કુશળતા ચપળતા અને અનેકતામા એકતા ના પાઠ શિખવા મળે છે

તમે સિગ્નલ પર ઉભા રહ્યા હો  અને જો કોઇ જોતુ ના હોય તો તમે તમારી કુશળતા દાખવીને વિહીકલ થોડુ આગળ સરકાવી શકો છો અને તરત જ તમને તમારી આજુબાજુ ના વિહીકલ વાળા અમે તમારી સાથેજ છીએ એવી એકતા ના સુર સંભળાશે ધીમે ધીમે જ્યારે ખરેખર સિગ્નલ ખુલે ત્યારે તમે પેહલેથીજ ચાર રસ્તા ઓળગી ગયા હતા એવો એહસાસ થાય છે આ એકતા અને ચપળતા તમને અમદાવાદના ટ્રાફીક સિવાય કોઇ ના શિખવાડી શકે.

આવા તો કેટલાય ગુણ ભર્યા છે અમદાવાદના ટ્રાફીકમા એ તમને ઘણુ બધુ આપશે પણ તમારી જોડે કોઇ અપેક્ષા નહી રાખે અમદાવાદ નો ટ્રાફીક મહાન છે તેથી જ ગર્વથી કહો કે મને અમદાવાદ નો ટ્રાફીક ગમે છે.

ટહુકો: અમદાવાદમા ટ્રાફીક મા Handle With Care થી ચલાવતા ડ્રાઇવરો ને હેડલીયુ કહેવાય  છે

નોધ: આ આર્ટીકલ ફકત કટાક્ષ અને હાસ્ય પુરતો છે ટ્રાફીકના નિયમો નુ પાલન કરવુ એ આપણી ફરજ છે નિયમોના પાલન મા જ સમજદારી અને સલામતી છે.

લી. વ.લ.વ.અ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: