જબ તક હૈ “ જાન ”

ટાયટલ વાંચીને જરા પણ ઘબરાશો નહી આ કોઇ પણ મુવી વિશે નુ પિષ્ટપિંજણ કરતો લેખ નથી આ લેખ છે લગ્ન પ્રસંગે નીકળતી “ જાન” એટલેકે વરઘોડા વિશે છે.

અહી ભલભાલાની જાન(જીવ) નીકળી જાય એવા વરઘોડા નીકળે છે આ જાનમાં સૌથી બોર થતુ પ્રાણી હોય તો એ હોય છે વરરાજા જેને ઘોડા પર માળીયે બેસાડ્યો હોય એવીરીતે અથવા તો કારમાં પુરી રાખ્યો હોય એવી અવસ્થામાં  જોવા મળે છે અહી ભાતભાતના જાનૈયાઓ હોય છે જેના વિશેની વિસ્તુર્ત માહીતી નીચે મુજબ છે.

 

(1.)           નાચતા ના આવડતુ હોય એવા જાનૈયા

આવા જાનૈયા મોટા ભાગે મહા પરાણે જાનમાં આવ્યા હોય છે અને તેમને નાચતા આવડતુ હોતુ નથી અથવા તો તેમના મોભાને કારણે તેઓ રોડ ઉપર નાચવામાં શરમ અનુભવતા હોય છે આવા જાનૈયાઓ મોટા ભાગે નાચવાથી બચવા માટે બીજા જાનૈયાઓ માટે ના પાણીના પાઉચ ની વ્યવસ્થા કરતા હોય છે અથવા તો રોડ ટ્રાફીક નિયમન ની કામગીરી સંભાળતા જોવા મળે છે જેથી કોઇ ને એમના પર શક ના થાય કે આમને નાચતા નથી આવડતુ.

 

(2.)           વધારે પડતુ નાચતા જાનૈયા

ઘણા જાનૈયા ને વધારે પડતુ નાચતા આવડતુ હોય છે આવા જાનૈયાઓ ને તો જાનમાં નાચવા માટે જ બોલાવવામાં આવેલ હોય છે એમા પણ       “ નાગીન ડાન્સ” કરીને પોતાના નવા કપડા બગાડતા જાનૈયાઓ ની ડિમાનડ ઘણી વધારે જોવા મળે છે આ જાનૈયા તો મ્યુઝીક બંધ થૈઇ જાય તો ટ્રાફીક ના અવાજ પર પણ નાચી લેતા હોય છે આ લોકો અતિ ઉત્સાહીત હોય છે વારંવાર વરરાજા ને નાચવા બોલાવી લેતા હોય છે વરરાજા આવા જાનૈયાઓથી કંટાળેલો જોવા મળે છે ઘણી વાર તો હસ્તમેળાપ નો સમય સુધી બહાર આવા જાનૈયાઓ ના અતિ ઉત્સાહ ના કારણે મુહર્ત પણ ચેન્જ થતા જોવા મળે છે.
(3.) પંચાત પબ્લીક

આ પબ્લીક જાનમાં એકબીજાની ઘોરખોદવામાં વ્યસ્ત હોય છે “આપડામા તો આવુ આપવા લેવાનુ હોય જ નહી” આ પંચાત પબ્લીકનો ફેવરેટ ડાયલોગ હોય છે જે થોડી ઓછી પંચાત હોય એ સેટીગ ઘોઠવવામાં પડી છે આપડા પેલા ફલાણા ભાઇ ના બાબા માટે ફલાણી બેહન ની દીકરી કેવી રહેશે ?  આપણ ને તો ખોટો દેખાડો ફાવે જ નહી વગેરે વગેરે પંચાત કરતા જાનમાં આગળ ધપતી પંચાત પબ્લીક એ જાન નુ અહમ અંગ હોય છે.

(4.) ફેકુ પબ્લીક

આ પબ્લીક નુ મુખ્ય ઉદેશ વટ પાડી દેવાનો હોય છે તેમની પાસે રૂપિયા ઇનવેસ્ટમેનટ સિવાય ની કોઇ વાત જ ના હોય એમને પોતાના કપડાથી માડીને દરેક જાનૈયા ના કપડાના ભાવ અંગેની વિસ્તુર્ત માહીતી ધરાવતા હોય છે તદ ઉપરાંત પ્રોપર્ટી  માં ઇનટરેસ્ટ રાખતી ફેકુ પબ્લીક “ ફટાકડા ફોડવા માટે પણ પ્રાઇમ લોકેશન શોધતી જોવા મળે છે. આ ફેકુ પબ્લીક ને પ્લેટ ના ભાવથી માડીને છોકરીવાળાએ શુ ખર્ચો કર્યો હશે અને એમણે કેટલા ફંકશન એટેન કરેલા છે અને કેટલા મોટા માણસો ને ઓળખે છે વગેરે વગેરે સિવાય કોઇ વાત હોતી નથી.

(5.) આજુબાજુથી પસાર થતી પબ્લીક

આ પબ્લીક ટ્રાફીક સમસ્યાથી પીડાતી હોય છે એ ક્યારે આ લોકો ખસે અને હુ આગળ વધુ તેવુ વિચારતી હોય છે આ પબ્લીક ને જાન મા બહુ રસ નથી હોતો પણ એ રસ તો હોય છે કે “વરરાજા “ કેવો દેખાય છે દરેક પસાર થતા લોકો વરરાજા ની કાર આગળ કે ઘોડા આગળ ધીમા પડી જતા હોય છે આમ આ બધુ ચાલતુ જ રહેશે પણ ક્યા સુધી ચાલશે ?

 

“ જબ તક હૈ “જાન” “

લી.વ.લ.વ.અ

Advertisements

2 responses to this post.

 1. ” પાણીના પાઉચ ની વ્યવસ્થા કરતા હોય છે અથવા તો રોડ ટ્રાફીક નિયમન ની કામગીરી સંભાળતા જોવા મળે છે જેથી કોઇ ને એમના પર શક ના થાય કે આમને નાચતા નથી આવડતુ.”

  ” “ નાગીન ડાન્સ” કરીને પોતાના નવા કપડા બગાડતા જાનૈયાઓ ની ડિમાનડ ઘણી વધારે જોવા મળે છે આ જાનૈયા તો મ્યુઝીક બંધ થૈઇ જાય તો ટ્રાફીક ના અવાજ પર પણ નાચી લેતા હોય છે ”

  “આ પબ્લીક જાનમાં એકબીજાની ઘોરખોદવામાં વ્યસ્ત હોય છે “આપડામા તો આવુ આપવા લેવાનુ હોય જ નહી” આ પંચાત પબ્લીકનો ફેવરેટ ડાયલોગ હોય છે ”

  ” આમ આ બધુ ચાલતુ જ રહેશે પણ ક્યા સુધી ચાલશે ?

  “ જબ તક હૈ “જાન” “

  હહાહા…. મજા આવી ગઈ… સરસ અવલોકનો… તાજો અનુભવ છે…:)

  જવાબ આપો

 2. અરર આ વાંચીને “જાન” માં “જાન” આવી ગાઈ

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: